વઘાસિયા ટોલનાકે ઇકો ચાલકે બૂમ બેરીકેટ તોડતા મહિલા ટોલ કર્મીને ઇજા

વાંકાનેર : 27 નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકે ઇકો કારના ચાલકે ટોલટેક્સ ન ચૂકવવો પડે તે માટે પુરઝડપે કાર ચલાવી બૂમ બેરીકેટ તોડીને પસાર થતા બેરીકેટ ટોલ કલેક્ટ કરતા મહિલા કર્મચારીના માથામાં લાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકે ટોલટેક્સ ઉઘરાવવાનું કામ કરતા બંસીબેન મોહનભાઇ પરમાર રહે.મકનસર પ્રેમજીનગર નામની યુવતીએ જીજે – 03 – એલજી – 5247 નંબરની કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ફરજ ઉપર હતા ત્યારે બપોરના સમયે ઉપરોક્ત ઇકો કારનો ચાલક ટોલનાકાનું બૂમ બેરીકેટ તોડીને નાસી જતા આ બેરીકેટ બંસીબેનને માથામાં લાગ્યું હતું. બનાવ અંગે બંસીબેનની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે ઇકો કારના નંબરને આધારે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
