વાંકાનેર: વાઘસિયામાં પાણીના સંપ પાસે નિલગાયના બચ્ચાને કૂતરાઓએ ચૂંથી નાખ્યું…
વાંકાનેર: જૂના વઘાસિયા ગામ પાસેના પાણીના સંપ પાસે શક્તિ માતાજીના મંદિર પાસે એક નીલ ગાયના બચ્ચાને કૂતરાઓ ચૂંથી નાખતા અવાજ સાંભળતાજ ત્યાં સુખુભા પોચી જઈને તેઓએ ગૌસેવક સેવા ભાવિ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ને જાણ કરતા સાથે દેવેન્દ્રસિંહ ગુમાનસિંહ બંને ભાઈઓએ આવી ને રામપરા ફોરેસ્ટ ઓફિસે ફોન કરી જાણ કરતા નીલ ગાયના બચ્ચાને કીચડમાંથી બહાર કાઢી ફોરેસ્ટ વાળાને સોંપેલ
ફોરેસ્ટ વાળાએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું. અને લોહી લુહાણા હાલતમાં બચ્ચાને ફોરેસ્ટ વાળા લઈ ગયા હતા…


