Placeholder canvas

‘એન્ટીબોડી કોકટેલ’નો રાજકોટમાં કોરોના દર્દી પર ઉપયોગ : સારું પરિણામ

રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તેને નાથવા માટે સરકાર અને તબીબી જગત દ્વારા દરરોજ નવા-નવા રસ્તા શોધીને કોઈ પણ ભોગે દર્દીનો જીવ ન જાય તે માટે મહેનત કરવામાં આવી રહી છે. આ જ શ્રેણી અંતર્ગત તાજેતરમાં મુંબઈ-દિલ્હીમાં ‘એન્ટીબોડી કોકટેલ’ નામનું ઈન્જેક્શન પાંચથી વધુ દર્દીઓને મુકવામાં આવ્યું હતું જેનો કલ્પના બહારનો ફાયદો મળતાં હવે સમગ્ર દેશમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

દરમિયાન રાજકોટની ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમના ડો.તેજસ મોતીવરસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા અને ડો.તેજસ કરમટા દ્વારા રાજકોટના બે દર્દીઓ ઉપર ‘એન્ટીબોડી કોકટેલ’ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બન્ને દર્દીને તેનો જોરદાર ફાયદો મળ્યો હોય તેવી રીતે એક દર્દી કોરોનામાંથી સાજો થઈને ઘેર પરત આવી ગયો છે તો બીજા દર્દીને આવતીકાલે રજા આપવામાં આવશે.

ગત વર્ષે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર એન્ટીબોડી કોકટેલ દ્વારા કરવામાં આવી હતી. આ દવા શરીરમાં ખૂબ જ ઝડપથી એન્ટીબોડી બનાવી રહી છે અને કોરોનાના દર્દીઓને 90 ટકાથી વધારે સફળતાપૂર્વક સારવારમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમણે કહ્યું કે ‘એન્ટીબોડી કોકટેલ’ અમેરિકાની બાયો ટેક્નોલોજી કંપની જેનરોજ ફાર્માસ્યુટિકલ કંપનીએ બનાવેલ એન્ટીબોડી મિશ્રણ છે.

ભારતમાં સિપ્લા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા આ કોકટેલ રોશ ફાર્માસ્યુટિકલ કંપની-અમેરિકા સાથે ભાગીદારી કરીને વિતરણ કરી રહી છે. ખૂબ જ નજીકના ભવિષ્યમાં કોરોના દર્દીઓની સારવારમાં જ્યાં સુધી માસ વેક્સિનેશન ન થઈ જાય તે સમયગાળા દરમિયાન આ એન્ટીબોડી કોકટેલ ગેમ ચેન્જર બની રહેશે એવું તબીબી નિષ્ણાતોનું માનવું છે. એન્ટીબોડી કોકટેલમાં કેસીરીવિમેબ અને ઈમડેવીમેબ નામના બે પ્રકારના એન્ટીબોડી જે કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યા છે

અને કોરોના વાયરસની સામે તે સૈનિકની જેમ કામ કરે છે. આ ઈન્જેક્શન 1.19 લાખ રૂપિયામાં આવે છે અને તેનો ઉપયોગ બે દર્દીઓ ઉપર કરી શકાય છે એટલે કે એક દર્દીને આ ઈન્જેક્શન 65થી 70 હજાર રૂપિયામાં પડશે.

એન્ટીબોડી કોકટેલ કયા દર્દીને આપી શકાય ?
તબીબોના જણાવ્યા અનુસાર એન્ટીબોડી કોકટેલનો ઉપયોગ ખાસ કરીને વધુ પડતું જોખમ ધરાવતાં દર્દી જેમાં મોટી ઉંમરના દર્દીઓ, ડાયાબીટીસ, હૃદયની બીમારી, કિડનીની બીમારી, કેન્સર તેમજ અન્ય મલ્ટીપલ મેડિકલ ડીસીઝવાળા દર્દીઓને કોવિડનું નિદાન થયા બાદ ટૂંકા સમયમાં આપવાથી ફાયદો થવાની શક્યતાઓ વધી જાય છે અને આ પ્રકારના દર્દીઓમાં ગંભીર સમસ્યાઓ ઘટાડી શકાય છે. આ એન્ટીબોડી કોકટેલ મિશ્રણનો ઉપયોગ બીમારીની શરૂઆતના માઈલ્ડ ટુ મોડરેટ તબક્કામાં હોય છે ત્યારે કરવામાં આવે તો હોસ્પિટલમાં દાખલ થવાની તેમજ દર્દીની પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો