Placeholder canvas

રાજકોટ: સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં રક્તની તાતી જરૂરીયાત:રક્તદાન કરવા અપીલ

સહયોગ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સહયોગ કોમ્પલેક્ષ, કનક રોડ, બસ સ્ટેન્ડ પાછળ રાજકોટ ખાતે તા.૨૭/૦૨/૨૦૨૨, રવિવારના રોજ સાંજે ૦૬-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી રક્તદાન કરી માનવ જીંદગીઓ બચાવવા અપીલ

રાજકોટ: પ્રવર્તમાન સીઝનમાં રક્તની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી કરવામાં આવી છે. રકતદાન કરી અમૂલ્ય  માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે.સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, સહયોગ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સહયોગ કોમ્પલેક્ષ, કનક રોડ, બસ સ્ટેન્ડ પાછળ રાજકોટ ખાતે તા.૨૭/૦૨/૨૦૨૨, રવિવારના રોજ સાંજે ૦૬-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી રક્તદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે.

સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવામાં આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની કોરોના કાળની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. હાલ રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થાય છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે. વધુ માહિતી માટે હિરેનભાઈ (મો. 9824234562)નો સંપર્ક કરવા જણાવાયું છે. 

આ સમાચારને શેર કરો