ઉપલેટા:સગા ભાઈએ બહેન-બનેવીને મોતને ઘાટ ઉતાર્યા.

ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના ઘટી છે. પ્રેમપ્રકરણમાં યુવતીના પિતા અને ભાઈએ યુવતી અને તેના પતિની હત્યા કરી છે. હત્યાના બનાવને પગલે ઉપલેટામાં ઉચ અધિકારીઓ દોડી ગયા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા ઉપલેટા પહોંચ્યા છે.  મરનાર યુવક અને યુવતીની ઉપલેટા પોલીસે ઓળખ કરી છે.

મરનાર યુવક ઉપલેટા તાલુકાના અરની ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકનું નામ અનિલ મહિડા અને મૃતક યુવતીનું નામ રીના સિંગખરિયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક યુવતીએ એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. જેનો યુવતી પરિવારને વિરોધ હતો.

આ બને પતિ પત્ની દાતની સારવાર અર્થે ઉપલેટા આવ્યા હતા ત્યારે યુવતી રીનાનો ભાઈ બન્ને જોઈ ગયો હતો અને બાદમાં પિતા સાથે મળીને ગુસ્સામાં આવી બન્નેના ઢીમ ઢાળી દીધા હતા. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો