વાંકાનેર

વાંકાનેર:ખેરવામાં નવરાત્રી પર્વની અનોખી ઉજ્વણી…

(by: ડૉ.ગની પટેલ – ખેરવા)
હાલમાં નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે દરેક ગામમાં નવરાત્રીના નવલા નોરતાં રમાય રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના ખેરવા ગામે બળુભા દોલુભા ઝાલા ( ગિરિરાજ એગ્રો ) વાળાએ દાનની સરવાણી કરી નવરાત્રિને અલગ રીતે ઉજવી રહ્યા છે.

ખેરવા ગામમાં આવેલી કલપીર ડાડાની દયાથી તન્ના પરિવારના સુરાપુરા માટે સાત ગુઠા જમીન દાનમાં આપી છે તેમજ 11 હજાર રૂપિયા વાંકાનેર ગૌશાળાને રોકડ દાન આપ્યું છે. આ ઉપરાંત 200 એકર જેટલી વિશાળ જગ્યામાં રહેલી વિડીને પાંચ ગામના ગૌધન માટે ચરવા માટે ખુલ્લી મૂકી છે. આ પાંચ ગામોમાં ખેરવા, કણકોટ, વણઝારા પીપરડી અને ઘીયાવડ ગામોનો સમાવેશ થાય છે.

આમ દાન રૂપી સરવાણી ખુલી મૂકીને ખેરવામાં અલગ રીતે નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે જે દરેક માટે ગૌરવ સમાન છે.

આ સમાચારને શેર કરો