ઘોર કળિયુગ: કાકાએ ભત્રીજીને ગર્ભવતી બનાવી દીધી, કોર્ટે શુ સજા કરી? જાણો.
અમદાવાદમાં નરોડામાં રહેતી સગીરાનું 14 જુલાઈ 2023ના રોજ પિતરાઈ કાકાએ અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. ભાટીયાએ આરોપી મુકેશને ઝડપી લઈ તેની સામે ચાર્જશીટ કરી હતી. આ દરમિયાન ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની હતી.
બીજી તરફ આરોપી અને ભોગ બનનારે લગ્ન પણ કરી લીધા હતા. આ કેસ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ કમલેશ જૈન અને ડી.એમ. ઠાકોરે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા અને કેસ સંદર્ભે આરોપી સામે ગંભીર ગુનો હોવાની રજૂઆત કરતા આરોપી પિતરાઈ કાકા હોવાનું ધ્યાન દોર્યું હતું.
બીજી તરફ આરોપીએ પોતાની સગીર ભત્રીજીને ગર્ભવતી બનાવી હતી અને ત્યારબાદ સંતાનનો જન્મ થતા તેને પૈસા લઈ કોઈને દત્તક આપી દીધું છે. બાળકનું ડીએનએ આરોપી સાથે મેચ થાય છે. આરોપી લગ્ન કરી લીધાનો બચાવ રજૂ કરે છે પરંતુ લગ્ન થયા અંગે કોઈ જ સર્ટિફિકેટ તેના તરફે રજૂ કરવામાં આવ્યું નથી. આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યા છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી જોઈએ.
આરોપીએ ગુનો કર્યા બાદ ભોગ બનનાર સાથે લગ્ન કરી લેવાથી આરોપી ગુનાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય તો તેની સમાજ પર વિપરીત અસર પડે તેમ છે. ત્યારે આરોપીને સજા કરવી ન્યાયોચિત જણાય છે. નોંધનીય છે કે, કાકાએ ભત્રીજી સાથે લગ્ન કરી લીધા બાદ જન્મેલ સંતાનને દત્તક આપી દેવાયું હતું. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.