ધંધાકીય વિવાદમાં મામાએ જ ભાણેજની કરી કરપીણ હત્યા, મૃતદેહના 6 ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા.
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાંથી એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં ધંધાકીય લેવડ-દેવડના વિવાદમાં મામાએ જ પોતાના ભાણેજની ઘાતકી હત્યા કરી નાખી છે. પોલીસે આ હત્યા કેસનો ભેદ ઉકેલી મામાની ધરપકડ કરી છે.
હત્યા અને ટુકડા કરવાના ચોંકાવનારા ખુલાસા
મૃતક યુવકની ઓળખ મોહમ્મદ આમીર આલમ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આમીર અને તેના મામા વચ્ચે લાંબા સમયથી ધંધાકીય રૂપિયાની લેવડ-દેવડ મામલે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે મામાએ આમીરની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું.
હત્યા બાદ મામાએ પુરાવાનો નાશ કરવા માટે અત્યંત ઘૃણાસ્પદ પગલું ભર્યું હતું. તેમણે ભાણેજ મોહમ્મદ આમીર આલમના મૃતદેહના છ ટુકડા કર્યા હતા અને આ ટુકડાઓને શહેરની આસપાસની ખાડીમાં ફેંકી દીધા હતા.

