Placeholder canvas

ગોંડલના બીલીયાળા પાસે ટ્રક પાછળ ટેમ્પો અથડાતા બે યુવાનોના મોત

ગોંડલ : ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રીના ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા બે યુવાનના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમાં ધોરાજીના યુવાનની ઓળખ થવા પામી હતી જ્યારે અન્ય યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળેલ વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલીયાળી ગામના પાટીયા પાસે રાત્રિના એક વાગ્યાના સમયે જીજે03 બીડબલ્યુ 5327 નંબર નો ટેમ્પો ધોરાજી થી ટમેટા ભરી રાજકોટ જઈ રહ્યો હતો.ત્યારે આગળ ઉભેલા જીજે 32 વી 5196 નંબર નાં ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ચાલક મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા ઉ.35 તથા તેની સાથે રહેલા અજાણ્યા યુવાન નુ કમ કમાટી ભર્યુ મોત નીપજયુ હતુ.

આ ઘટનાના પગલે તાલુકા પોલીસના મહિપાલસિંહ ચૌહાણ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રફુલભાઈ રાજ્યગુરુ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવાનના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત મા મોત ને ભેટેલા ધોરાજી ના દાણીકોઠા કાંગરા કોમ્પ્લેક્ષ મા રહેતા મોહસીન હાજી રફિકભાઈ મોતીવાલા ટેમ્પો ચલાવી પોતાનું ઘર ગુજરાત ચલાવતા હતા અને પરણીત હતા.જ્યારે અન્ય મૃતક યુવાન ની ઓળખ થઈ ના હોય

તેના મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ મા ફ્રીઝર રુમ મા રખાયો છે.મૃતક યુવાને કેશરી કલર નુ ટીશર્ટ તથા લીલા કલર નુ ટ્રેક પેન્ટ પહેર્યા છે.તેના જમણા હાથ ના કાંડા પર ઑમ તથા વિંછી ત્રોફાવાલા હોય વાલી વારશે તાલુકા પોલીસ તથા માનવ સેવા ટ્રસ્ટ પ્રફુલભાઈ રાજ્યગુરુ મો.9727700101 નો સંપર્ક કરવા યાદી મા જણાવાયુ છે. બનાવ અંગે તાલુકા પોલીસ ના ધમભા જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો