રાજકોટના બામણબોર પાસે અકસ્માતમાં બે યુવાનના મોત

રાજકોટના બામણબોર પાસે ગમખ્વાર અકસ્માત થતા કોળી યુવાન અને એક ભૈયાજીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામેલા વિશાલ કાનજી સુપેરા નામના યુવાને બીએસી એન્જીનીયર્સ સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ તેઓ અમદાવાદમાં મેડીકલ દવાની કંપનીમાં નોકરી કરતો હતો. તેના પિતા પણ અમદાવાદમાં કંપનીમાં નોકરી કરતા હતા તેમને છુટા કરી દેતા કાનજીભાઇ વતન ચોરવાડ છ માસ પહેલા જ આવી ગયા હતા અને ત્યાં મકાન બનાવી લીધા બાદ અમદાવાદ રહેતા પુત્ર અને પત્નીને ઘરવખરીનો સામાન લઇ વતન રહેવા આવી જવાનું જણાવતા પુત્ર સહિત રાત્રે જ આઇસરમાં ઘરવખરીનો સામાન ભરીને ચોરવાડ આવતા હતા. વિશાલ એક બહેનનો એકનો એક ભાઇ હતો અને બહેન દિક્ષીતાએ પણ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •