Placeholder canvas

મોરબી: બે યુવાનો ટ્રેન હડફેટે આવી ગયા, એકનું મોત, એકને ગંભીર ઇજા…

મોરબી: રફાળેશ્વર તરફ જતા રેલવે ટ્રેક ઉપર ભડીયાદ ગામની સીમ પાસે રેલવે ટ્રેક ઉપર બે વ્યક્તિઓ માલગાડીની હેડફેટે આવી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બીજા ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે હાલમાં આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ મૂળ એમપીના ધરમપુરી ગામના રહેવાસી અને હાલમાં ઘૂટું રોડે આઈ.ટી.આઈ.ની સામે પાણીના ટાંકાથી આગળ મુકેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા બાબુભાઈ સપ્પાભાઈ મસાર જાતે આદિવાસી (૩૩) તથા તેની સાથે રહેલ એક અજાણ્યો વ્યક્તિ મોરબીના રફાળેશ્વર રેલવે ટ્રેક ઉપર ભડીયાદ ગામની સીમમાં મિલેનિયમ તથા ઓમકેન સીરામીક કારખાના વચ્ચે માલગાડીની હડફેટે ચડી ગયા હતા જેથી બાબુભાઈ મસારને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેની સાથેની અજાણ્યા વ્યક્તિને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે આ બનાવ અંગેની વજુભાઈ જોગડીયાભાઈ મસાર જાતે આદિવાસી (૩૫) રહે હાલ ઘુટુ રોડ મુકેશભાઈની વાડી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો