ટંકારા તાલુકાના વિરપર ગામ પાસેના તળાવમાં બે વ્યક્તિ ડુબી જતાં મોત.

(By: ધવલ ત્રિવેદી)

ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ સ્મશાન પાસે તળાવ અદર બનેલ કોઝવેલ ઓળંગી તળાવમાં સામે કાઠે રીક્ષા લેવા જતાં પગ લપસતાં બે વ્યક્તિ ડુબી જતાં ‌બન્નેના મોત થયેલ છે.

મળેલ માહિતી મુજબ સ્મશાન પાસે તળાવ અદર બનેલ કોઝવેલ ઓળંગી તળાવમાં સામે કાઠે રીક્ષા લેવા જતાં પગ લપસતાં બે વ્યક્તિ ડુબી ગઈ હતી જેમની ફાયર બ્રિગેડ જાણ કરતાં ઘટના સ્થળે તેઓ પહોંચી શોઘ ખોળ ચાલુ કરતા બન્ને ડુબનાર (૧) પ્રવિણભાઈ નરશીભાઈ સનાળીયા (ઉ.વ 42) (૨) પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનાળીયા (ઉ.વ 35) બન્ને રહે. વિરપરની ડેટબડી મળી આવી હતી.

આતકે વિરપર ગામના સરપંચ મહેશભાઈ લીખિયા ગ્રામ પંચાયતના તમામ સભ્ય ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નથુભાઈ કડીવાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ સમાચારને શેર કરો