વાંકાનેર

વાંકાનેર: પીપળીયા રાજમાંથી વધુ બે ટ્રક ભરીને રાહત સામગ્રી પંજાબ મોકલી…

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતેથી બે ટ્રક ભરીને રાહત સામગ્રી આ પૂર્વ મોકલી હતી પંજાબમાં આવેલ પૂરના કારણે ત્યાં ખૂબ જ નુકસાન થયેલ છે ત્યારે પંજાબના લોકોને રાહત પહોંચાડવાની પીપળીયા ગામના યુવાનોએ અપીલ કરતાં એટલી બધી સાધન સમગ્ર આવી ગઈ કે તેમની અપેક્ષા મુજબ બે ટ્રક ભરીને મોકલવાની હતી પરંતુ બે ટ્રક મોકલતા સામગ્રી વધી કે બીજા બે ટ્રક ભરાઈ ગયા…! જે પણ આજે સવારે પંજાબ રવાના કર્યા છે.

એક અપીલે વાંકાનેર તાલુકાના મુસ્લિમ સમાજે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓનો મોટો ઢગલો કરી દીધો અને મહત્વની વાત એ છે કે પીપળીયા રાજ ગામના હિન્દુ ભાઈઓ પણ આ કામગીરીમાં જોડાયા અને આર્થિક સહયોગ આપ્યો આમ પંજાબમાં પીડિત લોકોને સહાયમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ કંધે કંધો મિલાવીને કામગીરી કરી અને સહાય મોકલી છે.

પ્રથમ ₹35 લાખની સહાયની કીટ તૈયાર કરી હતી જેમાંથી પ્રથમ બે ટ્રકમાં 30 લાખની ચીજ વસ્તુઓ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત લોકો તરફથી વિવિધ રૂપે ચીજ વસ્તુઓ કે રોકડની આવક અવિરત ચાલુ રહેતા બીજા બે ટ્રક માં સમાય એટલી રાહત સામગ્રી ફરી મોકલવાની થઈ… આમ પીપળીયા રાજ ખાતેથી સહાયનું એકત્રીકરણ કરીને પંજાબમાં ચાર ટ્રક ભરીને આશરે 50 લાખની સહાય મોકલવામાં આવી છે.

આ સમાચારને શેર કરો