હળવદમા વાંકાનેરની આંગડિયા પેઢીના કર્મચારીની ગાડીમાંથી બે ગાંઠિયા 40 લાખ લઈને ભાગ્યા…
હળવદ : હળવદ શહેરમાં આજે ધોળા દિવસે તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહી બે ગઠિયા કળા કરી આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 40 લાખની લઈને નાસી છૂટતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસને જાણ થતા જ જિલ્લામાં નાકાબંધી કરી ગાંઠિયાઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે હળવદ શહેરની સ્ટેટ બેન્ક નજીક વાંકાનેરની આંગડિયા પેઢીના કર્મચારી પોતાની ગાડીમાં 40 લાખ જેવી માતબર રકમ લઈને નીકળ્યા હતા ત્યારે બે ગાંઠિયાઓનો ભેટો થઈ જતા રૂપિયા 40 લાખની રકમની તફડંચી થઈ જવા પામી હતી.
શિકારની શોધમાં નીકળેલા ગઠિયાઓએ આંગળીયા પેઢીના કર્મચારીને નિશાન બનાવવા તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહેતા આંગડિયા કર્મચારી નીચે ઉતરી ગાડી ચેક કરતા હતા ત્યારે ગઠિયાઓ થેલો લઈને નાસી છૂટયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને જિલ્લામાં નાકાબંધી કરાવી મોટી રકમ લઈ નાસી છૂટેલા બન્ને ગઠિયાને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.