Placeholder canvas

દ્વારકામાં જગતમંદિરના દ્વાર પાસે શ્રદ્ધાળુઓની મેદનીમાં લડતા લડતા બે આખલા ઘુસી ગયા !

માનવ મહેરામણમાં આખલાઓએ ઘુસી જઈને આતંક મચાવ્યાનો વીડિયો વાઈરલ

દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ભારે કરી હતી. દ્વારકાધિશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તોના મહેરામણમાં રખડતા આખલાઓએ ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઇ રહ્યો છે.

જગતમંદિરમાં દરરોજ હજારો દર્શનાર્થીઓ આવે છે. ત્યારે રઝળતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જવાથી સ્થાનિકોની સાથે બહારગામથી પધારતા શ્રદ્ધાળુઓ પણ તેમની હડફેટે ચડે છે.

હાલમાં દ્વારકામાં રબારી સમાજ દ્વારા જગતમંદિરના શિખર ઉપર ધ્વજાજી ચડાવવાના પ્રસંગ સમયે અચાનક બે આખલા લડતા લડતા માર્ગમાં આવી જતાં હાજર લોકોમાં અફળા તફળી મચી ગઇ હતી. જેના પગલે ભક્તોના રંગમાં ભંગ પડ્યો હતો. જો કે સદનસીબે કોઇને ઈજા થવા પામી નહોતી. સમગ્ર ઘટનાને પગલે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા લોક માંગ ઉભી થવા પામી છે.

નીચેની લીંક પર ક્લિક કરીને જુવો અફળા તફળીનો વિડીયો…
https://youtube.com/shorts/Vah6b-5pkng?feature=share
આ સમાચારને શેર કરો