Placeholder canvas

આકરો તાપ યથાવત : કાલથી બે દિવસ હળવા વરસાદની આગાહી

ગુજરાતના ઉત્તરીય જિલ્લાઓમાં હવામાન પલ્ટા સાથે વરસાદ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપ વચ્ચે તીવ્ર ગરમીનો દૌર યથાવત રહ્યો હતો.

હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે રાજકોટમાં આજે બપોરે તાપમાનનો પારો 39 ડિગ્રી હતો તે 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ભેજનું પ્રમાણ 34 ટકા તથા પવનની ઝડપ 18 કિલોમીટરની હતી. દિવસનું ન્યુનતમ તાપમાન 27.2 ડિગ્રી હતું સવારે 8.30 વાગ્યે તાપમાન 30.4 ડિગ્રી હતી. ભેજ 6પ ટકા તથા પવનની ગતિ 14 ડિગ્રી હતી.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હવામાન સ્વચ્છ હતું જોકે ભાવનગર તથા અમરેલીમાં હળવા વરસાદની આગાહી છે. આવતા બે દિવસે રાજકોટ ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જેવા અર્ધો ડઝન જિલ્લાઓમાં હળવો ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ સમાચારને શેર કરો