Placeholder canvas

વાંકાનેર: ભાયાતી જાંબુડિયા નજીક દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર : તાલુકાના ભાયાતી જાંબુડિયા નજીકથી પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂની પાંચ બોટલ સાથે બે ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના ભાયાતી જાંબુડિયા નજીક પોલીસે બાતમીને આધારે આરીફભાઇ અબ્દુલભાઇ મોગલ, રહે-લાલપર તા-વાંકાનેર અને ભુપતસીંહ સુખદેવસીંહ જાડેજા, રહે. હાલે-ભાયાતી જામ્બુડીયા તા-વાંકાનેર જી-મોરબી મુળ રહે-નલીયા તા-નલીયા જી-કચ્છ (ભુજ) વાળાને મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ.5 કિંમત રૂપિયા 1875 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ સમાચારને શેર કરો