Placeholder canvas

વાંકાનેર: ઢુવા રોડ પર જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન અમરધામ પાસે નોટ નમ્બરીનો જુગાર રમતા ધર્મદીપભાઈ પ્રતાપભાઈ તકમરિયા અને અશોકભાઈ બેચરભાઈ ઘેણોજાને રોકડ રકમ રૂ.૩૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો