Placeholder canvas

આજે 67 વાંકાનેર વિધાનસભાની બેઠક પર બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા.

બે નરેન્દ્રએ ફોર્મ ભરવાનો કર્યો શુભારંભ

વાંકાનેર હાલમાં મીડિયામાં કઈ બેઠક પર કેટલા ફોર્મ ઉપડ્યા અને કોણે કોણે ઉપાડ્યા વિગેરે માહિતીને અપલોડ થઈ રહી છે ત્યારે કપ્તાને પણ હમણાં જ માહિતી અપલોડ કરી હતી કે આજે વાંકાનેર 14 વ્યક્તિઓએ ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે પરંતુ ઉમેદવારી પત્ર ભરીને પર્વત આપવામાં વાંકાનેરે પહેલ કરી છે આજ 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ હજુ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી નથી શક્યું ત્યાં બે નરેન્દ્ર એ ‘સારા કામમાં શુ ઢીલ’ ને અનુસરીને આ બંને વ્યક્તિઓએ પોતાએ ઉપાડેલા ફોર્મ ભરીને અધિકારી સમક્ષ રજૂ કરેલ છે.

ફોર્મ ભરીને રજૂ કરનાર ઉમેદવારો :-

(૧) નરેન્દ્રસિંહ નટુભા ઝાલા (અપક્ષ)
મુ. ખેરવા, તા.વાંકાનેર,
(૨)નરેન્દ્ર વિરાભાઈ ઠેંગડા (અપક્ષ)
મુ. ખીજડીયા

આ સમાચારને શેર કરો