વાંકાનેર: મોરબી જિલ્લામાંથી હદપાર કરાયેલા બે આરોપીઓ હદમાંથી ઝડપાયા.!!

વાંકાનેર : મોરબી જિલ્લામાંથી હદપાર કરાયેલા વાંકાનેરમાં બે શખ્સો હદમાંથી ઝડપાયા છે. આ બંને શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હદપારી હુકમના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

વાંકાનેર શહેરમાં વાંકાનેર ગાયત્રી મંદીર સામે દાતાર ટેકરી નજીક મફતીયાપરામાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘનો જીવરાજભાઇ પઢારીયા તેમજ જીનપરા ચોકમાં રહેતા ઇનાયત અયુબભાઇ પીપરવાડીયાને વાંકાનેર મુકામે તેમના ઘરેથી પકડી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ મોરબી જીલ્લા તેમજ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગર જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયેલા છે. તેમ છતાં આરોપીઓ વાંકાનેરમાંથી મળી આવતા પોલીસ દ્વારા બંનેની અટકાયત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •