વાંકાનેર: મિલપ્લોટ આપઘાત કેસમા વળાંક, ચાર આરોપીઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ…

મોબાઈલ ચોરીનું આળ મૂકી માર મારતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર : શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ગત તારીખ 3જી જાન્યુઆરીના રોજ ભાવેશભાઈ રમેશભાઈ દલસાણીયા નામના યુવાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, ત્યારબાદ તેમના પરિવારજનોને માહિતી મળી હતી કે અને તેમની આસપાસ રહેતા લોકોએ કહ્યું કે ભાવેશભાઈ ને અહીંયા જાહેરમાં માર માર્યો હતો અને ધમકી આપી હતી . જેમનું લાગી આવતાં તેમને આત્મહત્યા કરી હતી. આ બાબતની ટેલીફોનિક અને મળીને તત્કાલીન સીટી પી.આઇ. એચ વી ઘેલાને રજૂઆત કરી હતી પરંતુ આમ છતાં કોઈ કાર્યવાહી ન કરતા મૃતક યુવાનના ભાઈ કિરીટભાઈએ લેખિતમાં આપ્યું હતું આમ છતાં પણ કાર્યવાહી ન થતા આખરે તા 20મી જાન્યુઆરીએ નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં આપ્યું હતું.

જ્યારે હવે વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન ઉપર મોબાઈલ ચોરીનું આળ મૂકી ચાર શખ્સોએ માર મારતા યુવાનને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ચકચારી બનાવમાં યુવાનને મરવા મજબુર કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા કિરીટભાઈ રમેશભાઈ દલસાણીયા નામના યુવાને આરોપી નરેશ ડાયાભાઇ ચાવડા, અભી નરેશભાઈ ચાવડા, નરેશભાઈનો દીકરો તેમજ નરેશભાઈના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના ભાઈ ભાવેશ ઉપર ચારેય આરોપીઓએ મોબાઈલ ચોર્યાનું આળ મૂકી માર માર્યો હતો. અને મોબાઈલ પરત નહિ આપે તો હજુ માર મારશું તેવી ધમકી આપતા ભાવેશભાઈને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે કિરીટભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરનાર ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો