Placeholder canvas

લીંબડી હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં આગ લાગતા બન્ને ચાલક જીવતા ભૂંજાયા. 

લીંબડી હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ ભયાવહ આગમાં બંને વાહનના ચાલકો જીવતા ભુંજાયા છે. જેમાં અમદાવાદ રાજકોટ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. લીંબડી સહિતની ફાયર ફાયટર ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનોમાં ભયાવહ આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ટ્રકમાં લાગેલી આગને કારણે બંને ટ્રકના ચાલકોનું ટ્રકમાં જ સળગી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટના સામે આવી હતી.

આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સમાચારને શેર કરો