Placeholder canvas

રાજકોટમાં સિટી બસ-કાર અને રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત…

રાજકોટ શહેરમાં આજે સવારના સમયે પુરપાટ ઝડપે દોડતી સિટી બસનાં ડ્રાઈવરની બેદરકારીથી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાને સામાન્ય ઇજા થતાં 108 દ્વારા સારવારમાં ખસેડાયા છે.ડ્રાઈવરની બેદરકારી સામે આવતા તેને સસ્પેન્ડ કરી નોટિસ ફટકારવામાં આવી હોવાનું સિટી બસ સેવાનાં જનરલ મેનેજરે જણાવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ આજે સવારે 18 નંબરના રૂટ પર ચાલતી સિટી બસ નંબર-3 મેટોડા જીઆઇડીસી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે કિશાન ગેટ પાસેનાં સ્ટોપ પાસે બસનાં ડ્રાઈવરે સમયસર બ્રેક નહીં લગાવતા બસ બેકાબૂ થઈ હતી. જેને પગલે સિટી બસ ધડાકાભેર કાર સાથે અને કાર અન્ય રીક્ષા સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિકો લોકોના ટોળેટોળા એકઠા થતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. સિટી બસે સર્જેલા આ અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

આ સમાચારને શેર કરો