Placeholder canvas

ભયંકર અકસ્માત: પૂરઝડપે જતી ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળ બે ટ્રક ઘૂસી ગઈ, ડ્રાઇવર-કંડક્ટર ચગદાઈ ગયા !

આજે સાંતલપુર-પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. પીપરાળા નજીક હાઇવે પર પૂરઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી અન્ય બે ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર અંદર જ ચગદાઇ ગયા હતા. આ ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા.

પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા ગામ નજીક સોમવારે એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારી દાખવી રોડની વચ્ચોવચ્ચ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બંને ટ્રક એક પછી એક એમ ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રક જે કચ્છ તરફથી આવતી હતી, જેનાં ડ્રાઇવર-કંડક્ટરનાં મોત થયા છે. વચ્ચેની ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ઇજગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રેકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃત મૃતદેહ બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા.

આ સમાચારને શેર કરો