વાંકાનેર: પીપળીયા રાજ ખાતે સ્વ.વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાય..
વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે ત્યારે ચૂંટણી પ્રચાર ચાલુ હોય એવા સમયે ગત રાત્રે સરપંચના ઉમેદવાર રીઝવાનાબેન ઇલ્મુદીનભાઇ ડેકાવડીયા માટે એક વોર્ડમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ..આ મિટિંગમાં દરેક સમાજના આગેવાનો યુવાનો મતદારો હાજર હતા એવા સમયે સૌ પ્રથમ તમામ લોકો ઊભા થઈને બે મિનિટનો મૌન પાડી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખની છે કે અમદાવાદ પ્લેન ક્રેશ માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું ત્યારે પીપળીયા રાજમાં આવેલી મધ્ય સત્ર ચૂંટણી નું પ્રચાર કાર્ય ચાલુ હોય ત્યારે સૌ પ્રથમ વિજયભાઈ ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ જ પ્રચાર કાર્ય શરૂ કરાયું હતું

