Placeholder canvas

ટંકારા: જબલપુરની સરકારી નિહાળમા ભણતી આદિવાસી બાળકી જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી.

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારાના જબલપુર ગામે સરકારી નિહાળમા ભણતી આદિવાસી બાળકી જવાહર નવોદયની કપરી કસોટી પાસ કરી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું.

સગવડના ખડકલા તળે મસમોટી ફી ઉધરાવતી ખાનગી શાળાની સુવિધા સામે સરકારી શાળામાં મુળ દાહોદના કાનપુરના અને અહી ખેતરમાં ભાગ્યું રાખી ભણતર કરતી ભુલકાને ચૌ તરફથી શુભેચ્છાનો ધોધમાર

હમણાં જાહેર થયેલ નવોદયની પરીક્ષાના પરીણામમા ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા અને મુળ દાહોદના કાનપુર ગામના વતની ડામોર યોગેશ્વરી એ અધરી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શાળા અને ગામનુ નામ રોશન કર્યું છે

યોગેશ્વરીના પિતા કમલેશભાઈ ખેતર વાવવા માટે માદરે વતન છોડી જબલપુર ખાતે રહે છે અને સંતાનમાં એક જ દિકરી છે, જેને અક્ષરજ્ઞાન અપાવવા જબલપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મુકી હતી. ડામોર યોગેશ્વરીના માતા નિશાબેન ધોરણ 10 ભણેલા છે અને પિતા મેટ્રીક પાસ છે. જેથી, તેઓ અભ્યાસની ભુખને ભલીભાતી જાણે છે. ત્યારે સમાજને ઉતમ ઉદાહરણ રૂપ ડામોર યોગેશ્વરી એ ધોરણ 6 કક્ષાએ અઘરી ગણાતી જવાહર નવોદય પરીક્ષા પાસ કરતા શાળા પરિવાર અને ગામ આખામાં ખુશીની લહેર છવાઈ છે.

આ ઉપરાંત, શાળાના ફુલતરીયા આદિત્ય અને ભાલોડિયા યશ એ પણ આ મુકામ હાંસિલ કરી બતાવ્યું છે. હવે આગામી અભ્યાસ માટે કયા કેન્દ્રમાં પસંદગી થાય છે, એની વાટ આ ભુલકાઓ જોઈ રહ્યા છે.

આ સમાચારને શેર કરો