Placeholder canvas

વાંકાનેર: દાણાપીઠ અને નિર્મલા કોન્વેન્ટ પાસે ઝાડ થયા ધરાશય.

વાંકાનેર : આજે વાંકાનેર પંથકમાં ભારે પવન અને વરસાદ આખો દિવસ ચાલુ રહ્યું હતું ત્યારે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રીક થાંભલા અને ઝાડ પડયાના સમાચાર મળી રહ્યા છે.

આજે સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો તેમના કારણે વાંકાનેર દાણાપીઠ વિસ્તારમાં એક ઝાડ પડી ગયું હતું જેમને કારણે રસ્તો બંધ થયો હતો. એ જ રીતે નિર્મલા કોન્વેટ સ્કુલ પાસે એક લીમડો જડેશ્વર રોડ પર પડતા જડેશ્વર રોડ બંધ થઈ ગયો હતો આ બંને ઝાડને હટાવીને રસ્તો ચાલુ કર્યો હતો. જેથી રસ્તો ફરી ચાલું થયો હતો.

આ સમાચારને શેર કરો