67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’, સ્વચ્છતા અભિયાન અને રાત્રિરોકાણ સભાનું આયોજન; સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

ગઢકા: 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારના ગઢકા ગામે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘એક પેડ માં કે નામ’ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને રાત્રિરોકાણ સભા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરિયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. વૃક્ષારોપણ અને સ્વચ્છતા જેવા જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાત્રિરોકાણ સભા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકોની સહભાગિતા સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ કાર્યક્રમમાં સહભાગી બની વૃક્ષારોપણ, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના સંદેશને આગળ વધાર્યો હતો.
#ગઢકા #વાંકાનેર #કુવાડવા #આચાર્યદેવવ્રત #એકપેડમાંકેનામ #સ્વચ્છતાઅભિયાન #ગુજરાત #KaptaanNews
