વાંકાનેર:ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ જુગારી ઝડપાયા.

વાંકાનેર: સિટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નેશનલ હાઇવે પર જડેશ્વર ચેમ્બર-૨ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે નેશનલ હાઇવે પર જડેશ્વર ચેમ્બર-૨માં આવેલ ન્યુ અક્ષર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સુભાષભાઈ ગોવિંદભાઈ લોખિલ, કાર્તિકભાઈ ભગવાનજીભાઈ કુણપરા,જુગલભાઈ ડાયાભાઈ ધરોડીયા, હીરેનભાઈ જીવરાજભાઈ ધરોડીયા, મીરીનભાઈ, કુલદીપભાઈ સહિત છ શખ્સોને રોકડ રકમ રૂ. 1,37,500 તથા મોબાઇલ ફોન તથા વાહન સહિત કુલ રૂ. 2,27,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

આ સમાચારને શેર કરો