Placeholder canvas

વાંકાનેર સીટી PI છાસીયા અને તાલુકા PSI સોનારાની બદલી.

વાંકાનેર શહેર પોલીસ થાણામાં પીઆઇ કે.એમ.છાસિયા ની જગ્યાએ પી.ડી. સોલંકી મુકાયા, જ્યારે તાલુકા પોલીસ થાણામાં સોનારાની જગ્યાએ સોનારા આવ્યા…

મોરબી જિલ્લા પોલીસવાળા દ્વારા વાંકાનેર શહેર પોલીસ થાણા ના પી.આઇ કે.એમ.છાસીયાની બદલી કરવામાં આવી છે તેમને મોરબી ખાતે લિવ ઇન રીઝર્વમાં રાખ્યા છે. તેમની જગ્યાએ મોરબી ખાતે લિવ ઇન રીઝર્વમાં રહેલા પી.ડી.સોલંકીને વાંકાનેર સીટીમાં મુકવામાં આવ્યા છે.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ થાણા માં પીએસઆઇ તરીકે સેવા આપતા વી.આર સોનારાની પણ બદલી કરવામાં આવી છે, તેમની જગ્યાએ મોરબી કન્ટ્રોલ રૂમમાં રહેલા બી.પી.સોનારાને મૂકવામાં આવ્યા છે. જ્યારે વી આર સોનારાને મોરબી ખાતે લિવ ઇન રીઝર્વમાં રાખ્યા છે.

આમ વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ મથકના મુખ્ય થાણા અધિકારીઓની એકી સાથે બદલી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે આવનાર બીપી સોનારા આ પૂર્વે વાંકાનેર પોલીસ થાણામાં પીઆઇ તરીકે ફરજ બચાવી ચૂક્યા છે.

આ સમાચારને શેર કરો