મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા તાલુકા પંચાયતના ટીડીઓની બદલી
હળવદ તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે પાર્થ ગઢવીને મૂકવામાં આવ્યા…
ગુજરાત સરકાર દ્વારા બદલીઓનો ધણાવો ફૂટ્યો છે, જેમાં 46 ટીડીઓ ની એકી સાથે બદલી કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાના પણ બે ટીડીઓ ની બદલી થયેલ છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓ રિઝવાન એમ કોંઢીયાની ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયતમાં બદલી કરવામાં આવી છે, જ્યારે માળિયા તાલુકા પંચાયતના ટીડીઓ ભૌમિકકુમાર વીરસંગભાઈ ચૌધરીની મહેસાણા જિલ્લાની વિસનગર તાલુકા પંચાયતમાં બદલી કરવામાં આવી છે. આ બન્ને તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે અન્ય કોઈને મૂકવામાં આવ્યા નથી.
જ્યારે જુનાગઢ જિલ્લાની કેશોદ તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે બજાવતા પાર્થ સમરદાન ગઢવીને મોરબી જિલ્લાની હળવદ તાલુકા પંચાયતમાં મૂકવામાં આવ્યા છે.

