મોરબીવાંકાનેર

વાંકાનેર અને મોરબી એસટી ડેપો મેનેજરની બદલી

ગુજરાતના વાહન વ્યવહાર એસ.ટી વિભાગ દ્વારા રાજ્યમાં મોટા પાયે બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી અને વાંકાનેર ડેપો મેનેજરની પણ બદલી કરવામાં આવી છે.

મોરબી ડેપો મેનેજર દિલિપ શામળાની લીમડી ડેપોમાં બદલી કરી છે, જ્યારે તેની જગ્યા એ ઉપલેટા ડેપોના ડેપો મેનેજર એ.એન.પઢારીયાની મોરબી ડેપોમાં મુકવામાં આવ્યા છે.

વાંકાનેર ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રીમતી કે.એમ. ભટ્ટની રાજકોટ ડેપોમાં ડેપો મેનેજર એ તરીકે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ ગોંડલ ડેપોના જે.આર.અગ્રાવતને વાંકાનેર મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો