મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતા દવેની બદલી.
મોરબી: જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. કવિતા જે. દવેની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની ગુજરાત આરોગ્ય સેવાઓના મદદનીશ વર્ગ – ૧માં ફરજ બજાવતાં ડૉ. કવિતા જે.દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વર્ગ- ૧. મોરબીની જાહેર હિતમાં બદલી કરીને એસોસીએટ પ્રોફેસર કોમ્યુનિટી હેલ્થ, સંસ્થાન, વડોદરા ખાતે તાત્કાલીક અસરથી નિમણૂંક આપવામાં આવે છે. મોરબીમાં તેઓની જગ્યાએ કોઈ અધિકારી મુકાયા નથી.

