Placeholder canvas

રાજ્યના 16 જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલી…

મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરાને અમરેલી મુકાયા તેમની જગ્યાએ પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતા જે. દવેને મૂકયા…

આરોગ્ય વિભાગે આજે જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે. જેમાં મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીથી સહિત કુલ 16 આરોગ્ય અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આમ IPS અધિકારીઓની સાથે સાથે ચૂંટણી પહેલા જ આરોગ્ય અધિકારીઓની બદલીઓના આદેશ કરી દેવામાં આવ્યા છે.

આ રાજ્યભરના 16 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની બદલીમાં મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ.કતીરાની પણ બદલી થયેલ છે ડૉ.જે.એમ.કતીરા છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લામાં નોકરી કરતા હતા તેઓની બદલી કરીને હવે અમરેલી જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કવિતા જે. દવેને મોરબી જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો