સૌરાષ્ટ્ર

રાજકોટના લોકમેળામાં દુર્ઘટના: બ્રેકડાન્સ રાઇડમાંથી યુવક નીચે પટકાયો, માથામાં ગંભીર ઇજા…

રાજકોટ: રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં ગત રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, રાઈડ સંચાલકની સમય સુચકતા કારણે તાત્કાલિક રાઈડ બંધ કરી યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

યુવક નીચે પટકાયો
રાજકોટના લોકમેળામાં આજે જન્માષ્ટમી હોવાથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. નાના મોટા સૌ કોઈ લોકો આજે મેળાની મજા માણવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન રાત્રે 9.30 વાગ્યા આસપાસ મેળામાં એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવક ચાલુ રાઈડ દરમિયાન રાઇડમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બ્રેકડાન્સમાં અચાનક બ્રેક લાગતા ઘટના ઘટી
લોકમેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલ બીજી જ રાઈડમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની હસતો હસતો મેળાની મજા માણતો હતો, અચાનક બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથા ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઉભેલ એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સાવચેતી રાખવી જરૂરી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાઇડમાં બેસતા સમયે દરેક લોકોને રાઇડના સંચાલકોની સૂચના મુજબ વ્યવસ્થિત રીતે બેસી રાઈડની મજા માણવી જોઈએ. જો આ દરમિયાન મજાક મસ્તી કરીએ અથવા વ્યવસ્થિત ન બેસીએ તો દુર્ઘટના જરૂરથી સર્જાઈ શકે છે અને તેમાં કદાચ મેળાની મજાની સજામાં જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

રાત્રે 11 વાગ્યે કપ્તાને આપેલ બ્રેકીંગ ન્યૂઝ…..

આવા બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યૂઝ અને બજારભાવ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…
નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો