વાંકાનેર-જડેશ્વર રોડ પર બે કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થયો…
વાંકાનેર: વાંકાનેર જડેશ્વર રોડનું હાલમાં કામ ચાલુ છે અને બે ત્રણ જગ્યાએ નાલા બની રહ્યા છે. તેમ જ આજે શિવરાત્રી હોવાથી જડેશ્વર દર્શનાર્થીની સંખ્યા થોડી વધારે હોય તેમ જ જ્યાં નાલા બની રહ્યા છે ત્યાં ડ્રાઇવરઝન હોવાના કારણે ટ્રાફિકજામ થયો હતો.
મળેલી માહિતી મુજબ તીથવાના વળાંક પાસે બની રહેલા નાલાને કારણે ત્યાં આજુબાજુમાં બે કિલોમીટર થી લાંબો ટ્રાફિક જામ થયો હતો અને આપણે લોકો ટ્રાફિક ના કોઈ નીતિ નિયમો પાડવામાં તો માનતા નથી… સામે સામે આવી જવાની એ જ પરંપરા પુરાની છે. જેમના કારણે ટ્રાફિક જામ થયો હતો અને લોકો ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

