વાંકાનેર

વાંકાનેર: રાજાવડલા ગામના લો નો વિદ્યાર્થી ટોળીયા શૈલેષે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં રાજકોટ ની એ.એમ.પી. ગવર્મેન્ટ લૉ કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેરના રાજાવડલા ગામના વિદ્યાર્થી ટોળીયા શૈલેષ લક્ષ્મણભાઇએ 57 કિલો વજન ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ અને 55 કિલો વજન ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી એ.એમ.પી. સરકારી લૉ કોલેજનું, મોરબી જિલ્લાનું અને ભરવાડ સમાજનું ગૌરવ વધાર્યું છે. જે હવે આગળ નેશનલ રમવા પંજાબ જશે.

આ સાથે ટોળીયા શૈલેષ લક્ષ્મણ ભાઇનુ કબડ્ડી સ્પર્ધામાં પણ નેશનલમાં સિલેકશન થયું છે જે રમવા આગામી 19 ઓક્ટોમ્બર ના રોજ રાજસ્થાન જશે.

એમના કુસ્તી કોચ બગડા વિજયસરનું કોચિંગ અને તેમના કોલેજના શારીરિક શિક્ષક વિષયના ડો. રોનક સરના માર્ગદર્શન દ્વારા ખુબજ સારી મહેનત કરી મેડલ પ્રાપ્ત કરેલ છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મિનલ એ. રાવલ મેડમે ખાસ અભિનંદન પાઠવી હતી.

આ સમાચારને શેર કરો