Placeholder canvas

RTI એક્ટિવિસ્ટ તોફીક અમરેલીયાના એટ્રોસીટીના કેસમાં જામીન મંજુર

વાંકાનેર: મોરબી જિલ્લા આમ આદમી ઉપપ્રમુખ અને વાંકાનેરના આરટીઆઇ એક્ટિવિસ્ટ તોફિક અમરેલીયા ઉપર એટ્રોસીટીની ફરિયાદ થઈ હતી તેમના આજે કોર્ટે જામીન મંજુર કરેલ છે.

આ ફરિયાદ મુજબ આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના ઉપપ્રમુખ તોફીક અમરેલીયા દ્વારા તેમના ગામમાં બનેલ સી.સી.રોડ માં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જીલ્લા વિકાસ અધિકારીને અરજી કરેલ હોય જે બાબતે બુધવારે ફરિયાદી સાંજે પોતાના કામથી પરત ફરતા હોય દરમ્યાન રસ્તામાં તોફીક અમરેલીયા દ્વારા તેમને રોકી ‘ તમારા ગામમાં રોડના ભ્રષ્ટાચાર વિશે મે અરજી કરેલ છે, જો સમાધાન કરવું હોય તો તારે અને તારા ગામના સરપંચે મને બે લાખ રૂપિયા આપવા પડશે, તો હું અરજી પાછી ખેંચી લઈશ અને સમાધાન કરી લઈશ ‘ તેવુ જણાવતા ફરિયાદી દ્વારા આ કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી, તો તને શા કારણે પૈસા આપીએ ? તેવું જણાવતા એકદમ ઉશ્કેરાઈ જઈને તોફીક અમરેલીયા દ્વારા તેમને ગાળો આપી, ‘ હું આમ આદમી પાર્ટીનો ઉપપ્રમુખ છું, તને જોઈ લઈશ. જોવ છું તું પૈસા કેમ નથી આપતો. ‘ તેવી ધમકી આપી તેમને જાતિ પ્રત્યે હડધૂત કરતા આ બાબતે ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 384, 504, 506(2) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ એક્ટ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ બાબતે તૌફિક અમરેલીના એડવોકેટ ફારૂક ખોરજીયા દ્વારા મોરબી એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી મુકીને દલીલ કરતા એડવોકેટ ફારૂક ખોરજીયાની દલીલ સાંભળીને તોફીક અમરેલીયાના 15000ના જામીન મંજુર કરેલ છે.

આ સમાચારને શેર કરો