સૌરાષ્ટ્ર

સોશિયલ મીડિયામાં ‘તોફાની રાધા’ના નામે ઓળખાતી યુવતીએ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

રાજકોટમાં સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે ફેમસ યુવતી રાધિકા ધામેચાએ આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ રાધિકા ધામેચા પરિવારથી અલગ રૈયા વિસ્તારમાં રહેતી હતી. જોકે અગાઉ પણ ઘણા વાદ વિવાદોમાં રાધા આવી ચૂકી છે. ત્યારે એકદમ જ તેના આપઘાતની ખબર સામે આવતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે.

રાધિકાએ મોડી રાત્રે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતુ. આ પહેલા તેણે છેલ્લે પિતાને ફોન કર્યો હતો. જેમા તેમણે પિતાને જણાવ્યું હતું કે હું જાવ છું, અને આ કહીને તેમણે આપઘાત કર્યો હતો. ત્યાર સમગ્ર ઘટનાને લઇ આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.

આ સમાચારને શેર કરો