Placeholder canvas

વાંકાનેર: આજે કણકોટ,ખેરવા, પીપરડી અને મહિકામાં 1થી2 ઇંચ વરસાદ પડ્યો.

વાંકાનેર: આજે વાંકાનેર શહેરમાં બપોરે 1:00 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો જે અડધા ઇંચની આસપાસ વરસાદ પડ્યો હશે. પરંતુ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમાં ખાસ કરીને ખેરવા પંથકમાં વધુ વરસાદ હોવાની માહિતી મળી છે.

મળેલી માહિતી મુજબ આજે બપોરના બે વાગ્યાની આસપાસ ખીજડીયા કણકોટ ખેરવા પીપરડી અને મહીકામાં વરસાદ શરૂ થયો હતો એ આશરે દોડથી બે કલાક સતત વરસાદ વરસ્યો અને એક થી કરીને બે ઇંચ સુધી વરસાદ પડ્યાના અહેવાલ મળ્યા છે.

વાંકાનેર તાલુકાના ખેરવા ગામમાં અને મહિકામાં ખૂબ સારો વરસાદ પડ્યાના સમાચાર છે ખેરવામાં આશરે દોડથી બે ઇંચ વરસાદ પડ્યો અને નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે મહીકામાં પણ દોઢથી બે ઇંચ વરસાદ પડતા નદી-નાળામાં પાણી આવ્યું હતું.

આજે કયા કેટલો વરસાદ પડ્યો એ જાણવા માટે નીચેનો વિડિયો જુઓ
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો