મોરબી જિલ્લામાં કોરોનાનો આજે માત્ર 1 કેસ : એક્ટિવ કેસ 40

મોરબી : મોરબી જિલ્લાને કોરોના હવે ટાટા બાય બાય કરવાનું બનાવી લીધો હોય તેવું લાગે છે, મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે તો મોરબી જિલ્લામાં કોરોનાનો માત્ર 1 કેસ નોંધાયો છે. જ્યારે એક્ટિવ કેસ પણ માત્ર 40 રહયા છે.
મોરબી જિલ્લામાં આજે કુલ 594 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 4 દર્દીઓ રિકવર થયા છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
