Placeholder canvas

વાંકાનેર તાલુકાના વાંકિયા ગામમાં 60 વર્ષિય વૃધ્ધનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાંકિયા ગામ ખાતે એક 60 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેર તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ ૧૫ થઈ ગઈ છે.

આરોગ્ય તંત્ર તરફથી મળેલી માહિતી મુજબ આ વાકિયા ગામના કોરોના પોઝિટિવ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવેલ નથી અને કોઈના સંપર્કમાં આવ્યાની પણ કોઈ માહિતી નથી. વાક્યા ગામનો આ કોરોના પોઝિટિવ વ્યક્તિને કિડનીની તકલીફ છે તેવો હાલ રાજકોટ હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત પ્રમાણમાં સારી છે.

આજે સાંજના પાંચ વાગ્યે મોરબી જિલ્લામાં એકી સાથે પાંચ કેસ આવ્યા છે જેમાં મોરબી વાંકાનેર અને હળવદ તાલુકામાં એક એક કેસ નોંધાયો છે આમ આજના મોરબી જિલ્લાના કુલ છ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 84 પર પહોંચી ગયો છે.

આ સમાચારને શેર કરો