Placeholder canvas

આજે મોરબી જિલ્લામાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 77 થયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 796 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 10, મોરબી શહેરમાં 2, વાંકાનેર ગ્રામ્યમાં 2, હળવદ ગ્રામ્યમાં 5 અને ટંકારા ગ્રામ્યમાં 1 મળી કુલ 20 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 10, વાંકાનેરના 1, ટંકારાના 2 અને માળિયાના 2 મળી કુલ 15 દર્દીઓ સાજા થયા છે. આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 77 થયા છે.

આ સમાચારને શેર કરો