Placeholder canvas

આજે ઈદ: કપ્તાન પરિવાર તરફથી સૌને ઈદ મુબારક

આજે સમગ્ર દેશમાં ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમજાન ઇદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે કપ્તાન પરિવાર તરફથી કપ્તાનના સૌ વાંચકોને દિલથી ઈદ મુબારક

આજે ઈદની ઉજવણી થઇ રહી છે એ ઉજવણી એટલે રમજાન માસ દરમિયાન આવા આકરા તાપમાં 14 થી 14:15 કલાકનું રોજુ રાખવામાં આવ્યા અને દરરોજ રાત્રે તરાહવી (વિશેષ નમાજ) અદા કરવામાં આવી, સાથો સાથ કુરાન શરીફનું પઠન કરવામાં આવે છે. આમ આખો મહિનો અલ્લાહની ઈબાદતમાં ગુજારવામાં આવે છે અને ખાસ કરીને રમજાન માસ દરમિયાન ગરીબ, નાના માણસો, બીમાર, મોહતાજ,વિગેરે જરૂરતમંદ લોકોને જકાત આપીને આર્થિક મદદ કરવામાં આવે છે. તેમજ એવા માણસો જે ઈદની ઉજવણી કરવા માટે સક્ષમ ન હોય તેમને ફિત્રા (આર્થિક મદદ) આપીને ઈદની ઉજવણી કરવા માટે મદદ કરે છે.

આમ આખો મહિનો રોઝા ઉપરાંત સારા કામમાં વિતાવ્યા બાદ આ રમજાનની કસોટીમાંથી પસાર થયા બાદ અલ્લાહ તરફથી મળતું ઇનામ એટલે ઈદ, ઈદનો મતલબ જ થાય છે ખુશી… આ રમજાન દરમિયાન આકરા તપ અને શબ્ર બાદ મળેલ ખુશીનું પર્વ ઈદની કપ્તાન પરિવાર તરફથી કપ્તાનના સૌ વાચકોને દિલથી મુબારકબાદી…. “ઈદ મુબારક”

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

કપ્તાનનો ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને ઈદ નો સંયુક્ત અંક એટલે “સદભાવના અંક” વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરીને Pdf ડાઉનલોડ કરો…

આ સમાચારને શેર કરો