રાજકારણ ગરમાયું: આજે અમિત શાહ, મનિષ સિસોદીયા અને ઓવૈસી ગુજરાતમાં

આજે મોટા નેતાઓએ ગુજરાતમાં આવી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મોટી મોટી પાર્ટીના મોટા નેતાઓએ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે અમિત શાહ અમદાવાદની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં છે.

ટિકિટોની વહેંચણીના મુદ્દાને લઇને અમિત શાહના સમર્થકોમાં ખૂબ અસંતોષ છે. શાહ જૂથના નેતાઓએ તેમનામાંથી થોડા લોકોને સમાવ્યા હોવાની વાતથી અસંતોષ છે. જેને ખાળવા માટે અમિત શાહ આજે સાતમી ફેબ્રુઆરીના રોજ રવિવારે અમદાવાદ આવી રહ્યાં છે. સોમવારે તેઓ પ્રદેશના નેતાઓ તથા પોતાના સમર્થકો સાથે બેઠકો કરશે.

જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં 20 કિલો મીટરનો રોડ શો કરશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી ગુજરાતમાં આજે ભરૂચથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવાના છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •