મોરબી જિલ્લામાં આજે 8 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં હજુ પણ નોંધાઇ રહયા છે. જિલ્લામાં આજે 8 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 42 છે
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 806 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી મોરબી શહેરમાં 1 અને મોરબી ગ્રામ્યમાં 7 મળી કુલ 8 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે મોરબી જિલ્લાના વાંકાનેર, ટંકારા, હળવદ અને માળિયા તાલુકામાં કોઈ કેસ નોંધાયા નથી, જ્યારે બીજી તરફ મોરબીના 10 અને ટંકારાના 1 દર્દી રિકવર થયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ સંખ્યા 42 રહી છે.