વાંકાનેર

વાંકાનેરના માટેલ રોડ ઉપર ગળામાં જાતે કાતર મારી લેનાર યુવક મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનામાં મજૂરી કામ કરતા યુવાને પાંચ દિવસ પહેલા પોતાના ગળામાં જાતે કાતર મારી લઈ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવારમાં મોરબી ખસેડવામાં આવતા ગઈકાલે યુવાનનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કોટેસર ગ્રેનાઇટ ફેકટરીમાં મજૂરી કામ કરતા ઓરિસ્સાના વતની ચંદ્રમણીભાઈ દેબેનભાઈ બિરુઆ ઉ.37નામના યુવાને કોઈ કારણોસર ગત તા.5ના રોજ ગળામાં કાતર મારી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તા.10ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો