skip to content

ઓહો…વિચિત્રમ :બુરી નજરથી બચવા, મરચા સાથે લીંબુનો ઉપયોગ

હવે લીંબુનું સ્થાન લસણે લીધુંઃ બુરી નજરથી બચવા, મરચા સાથે લીંબુનો ઉપયોગ છેને વિચિત્રમ…. હવે તમે કો, કે મોંઘવારી છે કે નહીં…?

દેશમાં લીંબુના ભાવ પણ લોકોને દઝાડી રહ્યા છે. મોંઘવારીના માર સામે ઉનાળાની દેહ દઝાડતી ગરમી સામે આર્થિક રીતે દઝાડતા લીંબુના ભાવ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને તમારું પેટ હસીને ફૂલી જશે. ચિત્રમાં તમે લસણને મરચા સાથે લટકતું જોઈ શકો છો. ફોટોમાં મરચાની જોડે લીંબુને બદલે લસણ લટકાવવામાં આવ્યું છે.

લોકો પણ ખરા છે હો ! ખરાબ નજર દૂર કરવા લીંબુ મોંઘા પડ્યા તો લગાવ્યું લસણ…!!!

હાલ લીંબુ 10 રૂપિયાનું એક અને 400 રૂપિયે કિલો સુધી મળી રહ્યા છે. એવામાં લોકો ખરાબ નજર દૂર કરવા માટે લીંબૂની જગ્યા પર લસણનો ઉપયોગ કરી રહ્યા છે. જી હાં, એક ઓવો જ ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં લીંબુની જગ્યા પર મરચાની સાથે લસણ લટકતુ જોવા મળી રહ્યું છે. આ ફોટો આઈપીએસ અધિકારી રૂપિન શર્માએ શેર કર્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો