ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી માટે પ્રા.આ.કેન્દ્ર-તિથવાએ ગામડામાં ડસ્ટીંગ અને કલોરીનેશન કામગીરી શરૂ કરી.
વાંકાનેર: ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી માટે પ્રા.આ.કેંદ્ર-તિથવાના દરેક આરોગ્ય મંદિરના સેજાના ગામોમા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી આરોગ્ય કર્મચારી દ્વારા ડસ્ટીંગ કામગીરી અને પાણી જન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે કલોરીનેશન કરાવામા આવ્યુ.
વધુમા MPHW,FHW,ASHA દ્વારા વાહકજન્ય રોગચાળો ન ફેલાઇ તે માટે ઘરે-ઘરે જઇ ને સર્વેલંસ કામગીરી કરવામા આવી.પ્રા.આ.કે.તિથવાના મેડિકલ ઓફિસર ડો.મહેશ ડાભી દ્વારા ચોમાસા દરમિયાન વાહક જન્ય રોગો મેલેરીયા તેમજ ડેંગ્યુ જેવા રોગો ફેલાય નહિ તે માટે મચ્છર અટકાયતી માટે પાણીના પાત્રોને ઢાકીને રાખવા, તેમજ વરસાદનુ પાણી ભરાયેલ નકામા પાત્રો ખાલી કરવા તેમજ તેનો નીકાલ કરવો , પક્ષીકુંડ,ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિક ઘસીને સાફ કરવા, પિવા લાયક પાણીને ઉકાળીને પિવવુ જોઇએ વગેરે જાહેર જનતાને અપીલ કરે છે.

