જો કરી ! જીનપરા મેઇનરોડ પર રોડમાં પડેલા ગાબડામાં યુટીલિટીનું ટાયર સલવાઈ ગયું..!!!
વાંકાનેર: જીનપરા મેન રોડ ઉપર ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડી ગયા છે તે કયારે કયારેક નગરપાલિકાનો મૂડ હોય ત્યારે ખાડામાં તાસ કે મોરમ નાખીને પૂરી પણ દેવામાં આવે છે. પણ હમણાં તો વરસાદને આ વિસ્તાર પણ એટલો પ્રેમ ઉભરાઈ ગયો કે ઘણું બધું નોહતું કરી નાખ્યું. એમાં બિચારા જીનપરા મેઇનરોડનો શું વાંક !!!
આ રોડ પર જીનપરા ચોક થી હાઇવે સુધી જાઓ તો લગભગ ઓછામાં ઓછા દસથી વધુ ગાબડા કે ખાડા જોવા મળે અને એમાં પાછો આટલો વરસાદ પછી તો વાત જ શું કરવી? રસ્તામાં પાણી ભરાયા હોય અને તમે બાઈક લઈને જતા હો ક્યારે નાનકડો નહીં પણ મોટો જબરો ખાડો આવી જાય એ કાંઈ કહેવાય નહીં એટલે જ હાઇવેથી લીમડા ચોક સુધી તો સાચવીને જ હાલવા જેવું છે. જો તમારે ટાંટીયા ભાંગવા ન હોય તો…
આજે વાત એવી બની કે બપોરના લગભગ અઢી વાગ્યાની આસપાસ એક યુટીલીટી નેશનલ હાઇવે તરફથી ગામમાં જઈ રહી હતી ત્યારે હનુમાન દાદા ના મંદિર પાસે ધોરીયા જેવો આડો લાંબો ખાડો પડ્યો છે ત્યાંથી યુટિલિટી પસાર થઈ અને યુટીલીટીના પાછળના બિલ એ ધોરીયા જેવા ખાડામાં એવું ફિટ થઈ ગયું કે ન આગળ જાય કે ન પાછળ…!!! પછી તો ટ્રાફિકજામ !! ડ્રાઇવર બિચારાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ યુટીલીટીનું વીલ એકેય બાજુ એક દોરાવાહ ન ખસ્યું…!!! પછી ડ્રાઇવરે થોડો શ્વાસ ઉતરે એટલો વિસામો લઈને ત્યાંથી પસાર થતા લોકો પાસે મદદ માગી અને પાંચ સાત જુવાનીયાઓએ ધક્કો માર્યો ડ્રાઇવરે યુટીલીટી ચાલુ કરી અને માંડ માંડ એમાંથી નીકળી…. હાશ છુટકારો થયો….

એટલે આ લખવાનું કારણ એ છે કે જો તમે અહીંયાથી પસાર થાવ તો તમારા વાહનનું પણ આવું ન થાય એનું ધ્યાન રાખજો…. બાકી તો નગરપાલિકા વાંકાનેરના નગરજનોનું ધ્યાન રાખે છે. ‘કેવું? એ નથી કેવું’, પણ તમે નક્કી કરીલો કે તમારે તમારું અને તમારા વાહનનું ધ્યાન કેવું રાખવું છે… સાવચેતીમાં જ સલામતી….


